લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સરકારે પાનમસાલા,તમાકુ પરનો જીએસટી સેસનો મહત્તમ દર નક્કી કર્યો

કેન્દ્ર સરકારે પાનમસાલા,સિગારેટ,તમાકુ તેમજ અન્ય ઉત્પાદનો પર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કોમ્પેનસેશન સેસનો મહત્તમ દર નક્કી કર્યો છે.આ ઉપરાંત મહત્તમ દરને તેના રીટેલ ભાવ સાથે લિંક કરી દેવામાં આવ્યો છે.આ ફેરફાર ફાઇનાન્સ બિલ 2023માં સંશોધન હેઠળ કરવામાં આવ્યો છે.જે ફાઇનાન્સ બિલ 2023 લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું.આ સંશોધન આગામી 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે.ત્યારે તેના અનુસાર પાનમસાલા માટે મહત્તમ જીએસટી કોમ્પેનસેશન સેસ રેટ પ્રતિ યુનિટના રિટેલ સેલ પ્રાઇસના 51 ટકા રહેશે.આ સિવાય તમાકુનો દર રૂ.4170 પ્રતિ હજાર સ્ટીકની સાથે મૂલ્ય અનુસાર 290 ટકા અથવા પ્રતિ યુનિટ વેચાણ કીંમતના 100 ટકા નક્કી કરવામાં આવ્યો છે.ત્યારે આ સેસ જીએસટીના સૌથી ઉંચા દર 28 ટકાની ઉપર લગાવવામાં આવે છે.