લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સરકારની વર્ષ 2023થી વાહનોનું ફિટનેસ ટેસ્ટિંગ ફરજિયાત બનાવવાની યોજના

સરકારની આગામી વર્ષ એપ્રિલ મહિનાથી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન દ્વારા વાહનોની ફિટનેસ તપાસને તબક્કાવાર રીતે ફરજિયાત બનાવવાની યોજના છે.જેમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે જણાવ્યું હતું કે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન દ્વારા વાહનોની ફરજિયાત ફિટનેસ તપાસ અંગે પ્રજાના મંતવ્યો જાણવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે.જેમાં એટીએસમાં વાહનોનું ફિટનેસ પરીક્ષણ મિકેનિકલ ઉપકરણોની મદદથી ઓટોમેટિક રીતે કરવામાં આવે છે.ડ્રાફ્ટ નોટિફિકેશન અનુસાર તેને તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવશે.આ સિવાય હેવી ગૂડ્ઝ વિહિકલ અને હેવી પેસેન્જર મોટર વિહિકલ માટે એટીએસ દ્વારા ફિટનેસ તપાસ આગામી 1 એપ્રિલ, 2023થી ફરજિયાત બનાવવામાં આવશે.વિહિકલ અને મીડિયમ પેસેન્જર મોટર વિહિકલ અને લાઇટ મોટર વિહિકલ(ટ્રાન્સપોર્ટ) માટે આ તપાસ આગામી 1 જૂન, 2024થી ફરજિયાત બનાવવામાં આવશે.આમ આ ડ્રાફ્ટ નોટિફિકેશન અનુસાર 8 વર્ષથી વધુ જૂના કોમર્શિયલ વિહિકલ માટે ફિટનેસ સર્ટિફિકેટનું રિન્યુઅલ બે વર્ષ માટે કરવામાં આવશે,જ્યારે 8 વર્ષથી ઓછા જૂના કોમર્શિયલ વિહિકલ માટે ફિટનેસ સર્ટિફીકેટનું રિન્યુઅલ એક વર્ષ માટે કરવામાં આવશે.