લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગ્રેટર નોઈડામા ખાનગી શાળાઓ પર કાર્યવાહી કરવામાં આવી

નોઈડામાં ખાનગી સ્કૂલો પર મોટી કાર્યવાહી કરતા ડી.એમએ 90 સ્કૂલો પર રૂ.1-1 લાખનો દંડ ફટકાર્યો છે.આ દંડ એ સ્કૂલો પર લગાવવામાં આવ્યો છે જેણે કોરોના મહામારી સમયે 15 ટકા ફી પરત કરી નથી.જેમાં હાઈકોર્ટે વાલીઓને 15 ટકા ફી પરત કરવાનો આદેશ આપ્યો હતો,પરંતુ સ્કૂલો દ્વારા આ આદેશને માનવામાં આવ્યો નહોતો.ત્યારે કોર્ટના આદેશ પર અમલ ન થતા નોઈડા ડી.એમ દ્વારા સ્કૂલો પર કઠોર કાર્યવાહી કરતા તમામ સ્કૂલોને 10 દિવસની અંદર જવાબ આપવાનું જણાવ્યું છે.