લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જી.ટી.યુના કુલપતિ ડો.નવીન શેઠ કોરોનાગ્રસ્ત થયા

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના કુલપતિ ડો.નવીન શેઠ કોરોનાગ્રસ્ત થયા છે.તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ થતાં યુનિવર્સિટીના કર્મચારીઓમાં ભય અને ફફડાટ ફેલાયો છે.

આમ એકાદ સપ્તાહ પહેલાં કુલપતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જોકે આ બાબતથી યુનિવર્સિટીનો સ્ટાફ અજાણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.પરંતુ છેલ્લાં એકાદ સપ્તાહથી કુલપતિ યુનિવર્સિટીએ આવતાં નહીં હોવાથી સ્ટાફમાં હાશકારો થયો છે,તેમછતાં કર્મચારીઓનો ટેસ્ટ કરાવવો પડે તેવી સ્થિતિ જણાઈ રહી છે.આમ કુલપતિ ડો.નવીન શેઠે જણાવ્યુ હતું કે સાતેક દિવસ પહેલાં જ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેમાં લક્ષણો હળવા હોવાથી અત્યારે તબિયત એકદમ સારી છે.કવોરેન્ટાઇનનો સમય પુરો થતાં તેઓ યુનિવર્સિટીએ આવવાનું શરૂ કરશે.

આમ રાજકોટના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે કુલપતિ ડો.નવીન શેઠ હાજર રહ્યા હતા.ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.