લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી

ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે પેન્શન સહિતના નિવૃત્તિ લાભો તથા કર વસૂલાત ખર્ચ,વીજળી પરિયોજનાઓ અંગે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાઓ થવાની હતી.ત્યારે આ સાથે વિધાનસભા ગૃહમાં નાણામંત્રી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.જેના અંતર્ગત નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે મહિલા ધારાસભ્યોને હવેથી વધારાની 1 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે.આ ઉપરાંત મોંઘવારી ભથ્થા અંગે વિધાનસભામાં માહિતી આપવામાં આવી હતી.વિધાનસભામાં કર્મચારીઓને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થાનો લાભ આપવાની વાત કરવામાં આવી છે.જેમાં મોંઘવારી ભથ્થુ રાજ્ય સરકાર નક્કી કરે તે મુજબ આપવામાં આવશે.ત્યારે 1 જાન્યુઆરી 2022ના મુળ પગારના 34 ટકાના દરે મોંઘવારી ભથ્થુ આપવામાં આવશે.