લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજયપાલ ઉપસ્થિત રહ્યા

જામનગર ખાતે આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે તેમના હસ્તે આયુર્વેદના છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી.જેમાં રાજયપાલનું લાલજાજમ બિછાવી અને ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું.આમ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ યોજાયો હતો.જેમાં ઉપસ્થિત રહેવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સવારે 10:30 કલાકે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં એરપોર્ટ ખાતે કલેકટર,એસ.પી,એરપોર્ટ મેનેજર,યુનિવર્સિટીના ઉપકુલપતિ તેમજ ઇટ્રાના ડાયરેકટર દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પદવીદાન સમારોહમાં કેન્દ્રિય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પદવીદાન સમારોહમા 737 વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવશે.આ ઉપરાંત 4 વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોને ડી.લિટની પદવી એનાયત થશે તેમજ વિદ્યાર્થીઓને ઇનામો અને મેડલ એનાયત કરવામાં આવશે.આ કાર્યક્રમમા ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહ્યા હતા.