ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને બ્રિટનના સ્કોલેન્ડ સ્થિત આવેલી યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ વચ્ચે એકેડેમીક કો-ઓપરેશન માટે કરાર થયા હતા.જે પ્રસંગે ભારત ખાતેના બ્રિટિશ હાઇકમિશનર શ્રીયુત એલેક્સ ડબલ્યુ એલિસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે,બાયોટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતમાં અને ભારતમાં શૈક્ષણિક શંસોધન અને રોકાણની તકો,બાયોટેકનોલોજી દ્વારા હેલ્થકેરમાં નવીન સંશોધન અને તેના દ્વારા ઉકેલ,કૃષિ,પર્યાવરણ અને ઉદ્યોગોમાં પ્રગતિ માટે બાયોટેકનોલોજીની ઉપયોગિતા ઉપર ભાર મૂક્યો હતો.આમ ગુજરાત સરકારે શરૂઆતથી બાયોટેકનોલોજીના વિકાસ માટે વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ વચ્ચે શૈક્ષણિક કરારથી આંતરપ્રિનયોરશીપ એન્ડ ઇનોવેશન, બાયોટેક ક્ષેત્રે શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો તૈયાર કરવા તેમજ આ ક્ષેત્રે વિવિધ ઉત્પાદન અને તેના ઉકેલમાં ભાવિ ભારત અને વિશ્વ માટે મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવી મુખ્યમંત્રીએ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગને અભિનંદન આપ્યા હતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved