લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત ભાજપે જિલ્લા અને શહેરી સંગઠનના પ્રભારીઓ નિમ્યા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે.ત્યારે રાજ્યની 26 બેઠકો પર વિજય મેળવવા ભાજપ દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે.ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જિલ્લા અને મહાનગરના સંગઠનના 41 પ્રભારીઓની નિમણૂંક કરી છે.ત્યારે સુરત શહેરમાં શિતલબેન સોની,વડોદરા શહેરમાં ગોરધન ઝડફિયા,જામનગરમાં પલ્લવીબેન ઠાકર,રાજકોટમાં પ્રકાશભાઈ સોની,ભાવનગર શહેરમાં ચંદ્રશેખર દવે, અમદાવાદમાં ઝવેરીભાઈ ઠકરારની નિમણૂંક કરવામાં આવી છે.