મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આઇ.ટી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત આઇ.ટી અને આઇ.ટી.ઇ.એસ પોલિસીની જાહેરાત કરી છે.જે પોલિસી પાંચ વર્ષ એટલે કે વર્ષ 2022 થી 2027 સુધી અમલમાં રહેશે.જે પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન,મુખ્યસચિવ પંકજકુમાર,વરિષ્ઠ સચિવો,સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા તેમજ આઇ.ટી ક્ષેત્રની રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત 9 જેટલી સંસ્થાઓ તેમજ ગૃહોના પ્રતિનિધિઓ પણ આ પોલિસી લોંચીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.આ નવી અને ઉભરતી આઇ.ટી ટેક્નોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે તેમજ વ્યવસાયો,સરકારો અને લેબર માર્કેટ પર નોંધપાત્ર અસરો ઉભી કરવા સાથો સાથ નાનામાં નાના વેપાર-ઉદ્યોગોને પરંપરાગત મોટા વેપાર-ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે.મુખ્યમંત્રીએ આ ગુજરાત IT અને ITeS પોલિસીના ઉદ્દેશ્યોની વિસ્તૃત જાણકારી આપતાં ઉમેર્યુ હતું કે હાઇસ્કીલ્ડ ઉદ્યોગો માટે આઇ.ટી ટેલેન્ટ પૂલ બનાવવા,અદ્યતન આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રદાન કરવા તેમજ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો આ નવી પોલિસીનો હેતુ છે.એટલું જ નહિ રાજ્યમાં એક મજબૂત કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ,મશીનલર્નીંગ,ક્વોન્ટમકોમ્પ્યુટીંગ,બ્લોકચેન જેવી નવી તેમજ ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ પણ આ પોલિસીમાં સમાવિષ્ટ કરાયો છે.આઇ.ટી સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ-એન્યુઅલ એક્સપોર્ટ 3 હજાર કરોડથી વધીને 25 હજાર કરોડ સુધી લઇ જવા અને IT અને ITeS ક્ષેત્રમાં નવી 1 લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ આ નવી પોલિસીમાં રાખવામાં આવ્યું છે.સામાન્ય પ્રોજેક્ટ માટે વધુમાં વધુ રૂ. 50 કરોડની મર્યાદામાં 25 ટકાનો CAPEX સપોર્ટ અપાશે.જ્યારે મેગા પ્રોજેકટ માટે આ મર્યાદા રૂ.200 કરોડ સુધીની રહેશે,દર વર્ષે રૂ.20 કરોડ સુધીના સામાન્ય પ્રોજેક્ટ માટે અને દર વર્ષે રૂ.40 કરોડના મેગા પ્રોજેક્ટ્સ માટે 15%નો ઓપેક્સ સપોર્ટ- રાજ્યમા આઇ.ટી રોજગારને વેગ આપવાના પ્રયાસરૂપે ગુજરાત સરકારે પોલિસીમાં બે વિશેષ પ્રોત્સાહનો સમાવિષ્ટ કર્યા છે.જેમાં એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ પ્રતિકર્મચારી રૂ.60,000 સુધી આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય દ્વારા એમ્પ્લોયરના ઇપીએફ યોગદાનનું 100% સુધીનું વળતર,રૂ.5 કરોડ સુધીની ટર્મ લોન પર 7% લેખે વ્યાજની ચૂકવણી માટે સહાય તમામ પાત્ર IT/ITeS એકમોને 100% ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીનું વળતર,આઇ.ટી ઉદ્યોગ માટે તૈયાર કુશળ પ્રતિભાનો અગ્રણી સ્ત્રોત બનવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત AI સ્કૂલ/AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના,કૌશલ્ય વિકાસ માટે સ્નાતક વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકોને અભ્યાસક્રમની ફી પેટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વ્યક્તિ દીઠ મહત્તમ રૂ.50,000 સુધીની નાણાકીય સહાય,ડિજિટલ સાક્ષરતામાં સુધારો કરવા અને માહિતી ટેકનોલોજીની જાગૃતિ વધારવા માટે શાળાના બાળકો અને સામાન્ય જનતાને લક્ષ્ય બનાવી મોટાપાયે માહિતી શિક્ષણ અને સંચાર કાર્યક્રમો કરવામાં આવશે,રૂ.100 કરોડ સુધીના CAPEX સપોર્ટ સાથે IT શહેરો અને ટાઉનશીપ્સના વિકાસને પ્રોત્સાહન અને નિયમનકારી અને એફ.સી.આઇ ધોરણોમાં છૂટછાટ આપવી,કોઈપણ આઈ.ટી કંપની રાજ્યમાં તેમની આઈ.ટી કામગીરીને ઝડપી કઈ રીતે કરે તે માટે વિશ્વકક્ષાની સહ-કાર્યકારી જગ્યાઓના નિર્માણની સુવિધા આપવી,સરકારની સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ સ્થપાયેલી આઇ.ટી કંપનીઓને દર મહિને રૂ.10,000 પ્રતિસીટ સુધી 50% લેખે ભાડા સબસિડી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved