લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે યુટ્યુબ ચેનલનો પ્રારંભ થશે

ભુપેન્દ્ર પટેલની સરકારને 100 દિવસ પૂર્ણ કર્યા છે ત્યારે સરકારે વધુ એક નિર્ણય કર્યો છે.જેના અંતર્ગત રાજ્ય સરકારે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ વડે વિધાનસભાની કાર્યપ્રણાલી લોકો સુધી પહોંચે તે માટે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે.ત્યારે આ યુટ્યુબ ચેનલનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.જેમાં કેન્દ્ર સરકારની માફક રાજ્ય સરકાર પણ ટેક્નોલોજીના ઉપયોગથી સતત અપડેટ થઈ રહી છે.રાજ્ય સરકાર દ્વારા લોકો વિધાનસભાની કાર્યપ્રણાલીથી અવગત થાય તે માટે ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે.આ યુટ્યુબ ચેનલનો શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો છે.આ યુટ્યુબ ચેનલ પર વિધાનસભાના કાર્યક્રમોના વીડિોયો અપલોડ કરવામાં આવશે.