છેલ્લાં બે વર્ષથી બંધ ડીજે અને ગાયકોના કાર્યક્રમને શરૂ કરવા અંગે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. જે બેઠકમાં તહેવારો તેમજ પ્રસંગોમાં ડી.જે સહિતના અન્ય કાર્યક્રમો યોજવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં ગૃહવિભાગને સાંજ સુધીમાં નોટિફિકેશન કરવાની સૂચના આપી છે. આમ કોરોનાને લીધે છેલ્લાં બે વર્ષથી ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રીને મળેલી રજૂઆત મુજબ છૂટછાટ અપાશે. આ નિર્ણય બાદ ગણેશોત્સવની ઉજવણી થશે તેમજ નવરાત્રિમા ડીજેની રમઝટ જોવા મળી શકે છે. કોરોનાની બીજી લહેરમાં ગુજરાતની સ્થિતિ ગંભીર બનતાં તમામ તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ વર્તમાન સમયમા રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાથી સરકાર દ્વારા તહેવારો તેમજ ઈન્વેટમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત જન્માષ્ટમીમાં પણ રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની છૂટ આપવામાં આવી હતી. ત્યારબાદ ગણેશ ઉત્સવમાં 8 મહાનગરના રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરાયો છે, સાથે સરકાર દ્વારા આ વર્ષે તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ થાય એવી વ્યવસ્થા થઈ છે. આ સિવાય ભાદરવી પૂનમ અંગે પણ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved