લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતનું બજેટ પણ પેપરલેસ,ધારાસભ્યોને પેનડ્રાઈવમાં આપવામાં આવશે

કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ પેપરલેસ બજેટ રજૂ કરશે.જેમાં કાગળની બચત અને કરકસરના ભાગરૂપે પેપરલેસ બજેટ રજૂ થશે.જેમાં ધારાસભ્યોને પેનડ્રાઈવમાં બજેટ ડોક્યુમેન્ટ અપાશે. ગુજરાત સરકારે ગત વર્ષથી પેપરલેસ બજેટની શરૂઆત કરી હતી.જેને આ વર્ષે પણ આગળ વધારાશે.જેમાં મોટાભાગના ડોક્યુમેન્ટ સોફ્ટ કોપીમાં રખાશે.

આમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે આ વખતે પણ પેપરલેસ બજેટ રજૂ થશે.જેમાં લાઈબ્રેરી અને રેકર્ડ માટે 150 જેટલી કોપી છાપવામાં આવશે.જ્યારે બાકીની કોપી અને અન્ય તમામ સાહિત્ય પેન ડ્રાઈવમાં આપવામાં આવશે.