લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કોવિડ વેકસીનની માંગણી કરી

દેશમાં કોરોનાના વધતા જતા કેસને લઈ વર્તમાનમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ તમામ રાજયોના આરોગ્યમંત્રીઓ સાથે કરેલી બેઠક બાદ ગુજરાતની સ્થિતિ અંગે રાજયના આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજના 300 થી 325 કેસ નોંધાઇ રહ્યા છે અને મૃત્યુનું પ્રમાણ નહીવત છે.પરંતુ રાજય સરકાર સંપૂર્ણ એકશનમાં છે અને તા.10 તથા 11 ના રોજ રાજયમાં કોરોનાની પુર્વ તૈયારી અંગે મોક-ડ્રીલ યોજાશે.જેમાં તમામ સરકારી તેમજ મોટી ખાનગી હોસ્પીટલોને આવરી લેવામાં આવશે તથા કોરોના સંદર્ભમાં તબીબી તેમજ દવાની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવાશે.આમ કેસ વધવાની શકયતા પરથી કેન્દ્ર પાસે વેકસીનના ડોઝ માંગ્યા છે અને તે આવ્યા બાદ વેકસીનનેશનના કાર્યક્રમ અંગે નિર્ણય લેવાશે.