લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમા ભરતી કરવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં 7 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.આમ પોલીસ વિભાગમાં વર્તમાનમા 27 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવાનો સરકારે હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો હતો.આમ ગુજરાત પોલીસ વિભાગમાં 21.3 ટકા જગ્યાઓ ખાલી છે.રાજ્યના પોલીસ વિભાગમાં 27 હજાર જ્યારે સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે.ગુજરાતમાં 96,194 જગ્યાઓમાંથી 73 હજાર જેટલા પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની માહિતી સરકારે આપી છે.આ ઉપરાંત 22 હજાર જેટલી જગ્યાઓ વર્તમાનમાં ખાલી જોવા મળી રહી છે.આ સિવાય ગુજરાત હાઈકોર્ટે રેલી,સરઘસ અને સભા માટે ચાલતા મુદ્દાઓને લઈને પણ આદેશ કર્યો છે.જેના અનુસાર ગુજરાત સરકાર રેલી કે યાત્રાનું આયોજન કરે તે પહેલા પોલીસે બહાર પાડેલા જાહેરનામાં અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવે અને તમામ વિગતવાર માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યા છે.જેની આગામી સુનાવણી આગામી 21મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.