રાજ્ય સરકારે ખેડૂતોને વધારાના વીજલોડના દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.જેમાં ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોએ વધારાના વીજ લોડ પર દંડ નહી ભરવો પડે.ત્યારે આગામી સમયથી સ્થળ પર જ પૈસા ભરી વીજલોડ વધારી શકાશે.ગુજરાત સરકાર સમક્ષ કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે અને રાજ્યના અનેક ખેડૂતોને ખેતી માટે રાહત મળી છે.જેમા લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝીટ ચુકવવાની રહેશે.જેમાં ખેડૂતોને સ્થળ પર પૈસા ભરી લોડ વધારી અપાશે અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજકંપની ભોગવશે.બીજીતરફ સરકારે સ્વૈચ્છિક જાહેર યોજનાની સમયમર્યાદા વધારવામાં આવી છે.જે યોજનાની મુદ્દત આગામી 31 મે 2023 સુધી લંબાવાઈ છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved