લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત સરકાર ડ્રોનના ઉપયોગની પોલિસી જાહેર કરશે

ગુજરાત સરકાર ડ્રોનના ઉપયોગ માટેની પોલિસી જાહેર કરવા જઈ રહી છે.જેમાં સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી વિભાગમાં ડ્રોનના અલગ-અલગ ઉપયોગ કરવા માટે વિચારી રહી છે.કેન્દ્ર સરકારે ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહિત કરવાની કરેલી જાહેરાત બાદ સરકારમાં ઉચ્ચકક્ષાએ ચર્ચાવિચારણા થઈ છે.જેમાં ડ્રોનના ઉપયોગના નિયમો બનાવવાની સાથે સાથે ડ્રોનના ઉપયોગથી સરકારની કામગીરીને કેવી રીતે ઝડપી બનાવી શકાય તેના પર પણ વિચારણા થઈ હતી.જેમાં ડ્રોનનો ઉપયોગ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવા માંગે છે એ સાથે સાથે પ્રાઈવેટ સેકટરમાં જે લોકો ડ્રોનનો ઉપયોગ કરવા માંગે છે તેમના માટે નિયમો અને નીતિ ઘડવામાં આવશે.સરકાર ખેતીમાં ઉપયોગમાં લેવાનારા ડ્રોન પર સબસિડી આપવાનુ તેમજ રાજ્યમાં ડ્રોનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પણ વિચારી રહી છે.ડ્રોન પોલિસીના ભાગરૂપે જે વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવાનો હશે તે વિસ્તારોની પણ જાહેરાત કરવામાં આવશે.