લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત સરકાર આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.જેમાં શહેરી વિકાસ અને સરકારી કર્મચારીઓની તાલીમ પર ચર્ચા કરાઇ છે.જેમાં આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પડાશે તેમજ વર્ષ 2014 થી 2023 સુધીમા 1.67 લાખ ભરતી કરવામા આવી છે.આ સિવાય વર્ષ 2023-2024 માટે નવુ ભરતી કેલેન્ડર બનાવવામાં આવશે ત્યારે સરકારે તેને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.