લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ તરીકે દેવન દેસાઈ અને મોક્ષા ઠકકરની નિમણુંક કરાઇ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ તરીકે એડવોકેટ દેવન મહેન્દ્રભાઈ દેસાઈ તેમજ એડવોકેટ મોક્ષા કિરણ ઠકકરની નિમણુંક કરવામાં આવી છે.જેમાં સુપ્રિમ કોર્ટની કોલેજિયમે કરેલી ભલામણના આધારે કેન્દ્ર સરકારે બન્ને એડવોકેટની જજ તરીકે નિમણુંકને મંજૂરી આપી છે.આ સિવાય સુપ્રિમ કોર્ટની કોલેજિયમે હાઈકોર્ટમાં 7 નવા ન્યાયાધીશોની નિમણુંક માટે ગત 2 માર્ચના રોજ પ્રસ્તાવ કર્યો હતો.જે પૈકી પાંચ નામ નીચલી કોર્ટના જજોના હતા જયારે બે નામ એડવોકેટના હતા.