ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાઓ ગુજરાતી ભાષામા ઉપલબ્ધ થયા બાદ આગામી સમયથી સુપ્રીમકોર્ટના ચૂકાદાઓ પણ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારે આ નિર્ણયથી વકીલ તેમજ નાગરીકોને સુપ્રીમકોર્ટના ચૂકાદા વાંચવામાં તથા તેને સમજવામાં મદદ મળશે.ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને ગુજરાતીમાં ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પરના હોમપેજ પરના નવા સેક્શનમાં હાઈકોર્ટના ટ્રાન્સલેશન દ્વારા સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ ગુજરાતી ભાષામાં અપલોડ કરવામાં આવશે.સુપ્રીમકોર્ટના આ ચૂકાદાઓ આઈટી સેલના વિકસિત કરાયેલા સોફ્ટવેરના માધ્યમથી અપલોડ કરવામાં આવશે.આ પહેલા ગુજરાતના નાગરિકોને ચુકાદાઓ સરળતાથી સમજાય જાય તે માટે હાઇકોર્ટના ચુકાદાઓ ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.જે નિર્ણય ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે કર્યો હતો.આ પહેલા ચુકાદાઓ ફક્ત અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ હતા,પરંતુ સામાન્ય નાગરિક પણ સામાજિક મુદ્દાઓ પર કોર્ટનું જજમેન્ટ જાણી શકે અને સમજી શકે તે માટે ટ્રાન્સલેશન સોફ્ટવેરની મદદથી તેમાં સુધારા કર્યા બાદ આ મુદ્દાના ચુકાદાઓને હાઈકોર્ટની વેબસાઇટ પર મુકવામાં આવ્યા હતા.આ નિર્ણય આગામી 2 ઓકટોબરથી લાગુ કરી દેવામાં આવ્યો હતો.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved