લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં નર્સિંગના ફાઇનલ યર સિવાયના તેમજ આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો આઇ.ટી.આઇ. અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે કેટલાક નિર્ણયો કર્યા છે.જેમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે.જે અનુસાર રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવામાં આવશે.આ સિવાય રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ યરની પરિક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન અપાશે.