લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- રાજકોટમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો

ગુજરાતની મહાપાલિકાની ચૂંટણીમાં એક અભૂતપૂર્વ રેકોર્ડ જેવા પરિણામમાં આજે રાજકોટમાં 18 વોર્ડની 72 બેઠકોમાંથી ભાજપે લગભગ કલીનસ્વીપની નજીક જઈને 17 વોર્ડની 68 બેઠકો જીતી લીધી છે.જ્યારે અંતિમ ચાર બેઠકોમાં પરિણામોની આશા રખાઈ રહી છે.આમ વિપક્ષના પુર્વ નેતા વશરામભાઈ સાગઠીયા અને તેમની પેનલના સભ્યો વિજેતા બનતા મહાપાલિકામાં કોંગ્રેસનું પ્રતિક રહેશે.આમ આજે સવારથી જ શરૂ થયેલી મતગણતરીમાં પ્રારંભથી એક બાદ એક વોર્ડમાં ભાજપ પેનલ ટુ પેનલ વિજેતા જાહેર થવા પામ્યુ હતું.આમ રાજકોટના મતદારોએ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં મહાનગર માટે જે વિકાસકામો થયા છે તે માટે મુખ્યમંત્રીને રિટર્ન ભેટ આપી છે.આમ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિત મોટાભાગના નેતાઓ પરાજીત થયા છે.આમ આ સિવાય દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાના રાજકોટમાં રોડ શો કરવા છતાં એકપણ વોર્ડમાં આમ આદમી પાર્ટી સારો દેખાવ કરી શકી નથી.આમ રાજકોટના વિજયને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શહેરને એઈમ્સથી લઈ એરપોર્ટ જેવી અનેક સુવિધાઓ સાથે સ્માર્ટ સીટી બનાવવાની જહેમત ઉઠાવી તેને યશ આપવામાં આવે છે.