લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલમા મુંબઈને હરાવી ગુજરાત ફાઈનલમાં પહોંચ્યું

ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી આઈ.પી.એલ 2023ની ફાઈનલમા ટિકિટ પાક્કી કરી લીધી છે.ત્યારે ગુજરાતની ટીમ આગામી રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઈનલ મેચ રમશે.આમ બીજી ક્વોલિફાયરમાં ગુજરાતના 20 ઓવરમાં 3 વિકેટે 233 રનના જવાબમાં મુંબઈની ટીમ 18.2 ઓવરમાં 171 રને ઓલઆઉટ થતાં ગુજરાતનો 62 રને વિજય થયો છે.જેમાં શુભમન ગીલે 60 બોલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગા સાથે 129 રન કરતાં ગુજરાતની ટીમ મજબુત સ્થિતિમાં આવી ગઈ હતી. બીજીતરફ મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે ફિફ્ટી ફટકારી સન્માનજનક પ્રદર્શન કર્યું હતું.પરંતુ બાકીના ખેલાડીઓ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ ગયા હતા.આ અગાઉ મુંબઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.