Error: Server configuration issue
તાઉ-તે વાવાઝોડાના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 જિલ્લાના 84 તાલુકાઓમાં હળવો વરસાદ નોધાયો છે.જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના ધોળકામાં પડ્યો છે.જ્યારે અન્ય 5 તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.આમ તાઉ-તે વાવાઝોડાના પગલે દક્ષિણ,સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં વાવાઝોડાની અસરને પરિણામે રાજયમા વરસાદી માહોલનું વાતાવરણ સર્જાયું છે.આમ વાવાઝોડાથી થયેલ નુકસાનને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 240 વનવિભાગની,242 માર્ગ અને મકાન વિભાગની ટીમોને તૈનાત કરી છે.જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved