લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત સહિત સમગ્ર દેશમાં તાપમાન વધશે

ગુજરાત સહિત દેશના મોટાભાગના ક્ષેત્રમાં ઉનાળાની આકરી ગરમી પડતી નથી.પરંતુ આગામી દિવસોમા સૂર્યકોપ શરૂ થઇ જવાની તેમજ હિટવેવની સંખ્યામાં વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જેમાં એપ્રિલ થી જુન દરમ્યાન દેશના મોટાભાગના ક્ષેત્રોમાં તાપમાન નોર્મલ કરતા ઉંચુ રહેવાની સંભાવના જોવા મળી રહી છે.જેમા દક્ષિણના અમુક મેદાની ભાગો અને ઉતર-પશ્ચીમ ભારતના અમુક ભાગોમાં તાપમાન નોર્મલ છે,જ્યારે બાકી દેશના ઉતર-પૂર્વ,પૂર્વ તથા મધ્ય ભારતના ભાગો તેમજ ઉતર-પશ્ચીમ ભારતના અમુક ક્ષેત્રોમાં તાપમાન નોર્મલથી ઉંચુ રહેવાની સંભાવના છે.