લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી 31 માર્ચ સુધી મળશે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનું વર્ષ 2022-23નું બજેટ સત્ર આગામી 2 માર્ચથી શરૂ થશે જે 31મી માર્ચ સુધી ચાલશે. ૩જી માર્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે.જેનું સંભવિત કુલ કદ રૂ.2.32 લાખ કરોડની આસપાસનું રહેશે.જે સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ વિધાનસભા ગૃહને સંબોધિત કરશે.મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના બજેટ સત્રના કાર્યક્રમને આખરી ઓપ અપાયા બાદ તેને રાજ્યપાલના અનુમોદન માટે મોકલવામાં આવશે.જેમાં રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સત્રનું આહ્વાન કરાયા બાદ કેબિનેટની મંજૂરીથી આ સત્રમાં લગભગ 10થી વધુ કાયદામાં સુધારા સૂચવતાં વિધેયકો મંજૂર કરાવાશે.આમ 2 માર્ચને બપોરે 12 વાગે રાષ્ટ્રગાનની ધૂનની સાથે સત્રનો આરંભ થશે. જેમાં સૌપ્રથમ રાજ્યપાલ દ્વારા ગૃહની બેઠકને સંબોધિત કરશે ત્યારબાદ વિધાનસભાના સદગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે.બજેટ રજૂ કરાયા બાદના પ્રથમ બે દિવસ રાજ્યપાલના ગૃહને સંબોધન બદલનો આભાર પ્રસ્તાવ રજૂ કરાશે અને તેના ઉપર ચર્ચા કરાશે.આ ચર્ચા દરમ્યાન વિરોધ પક્ષ દ્વારા રાજ્યની સરકારને અનેક સળગતા મુદ્દે ભીંસમાં લેવાનો પ્રયત્ન કરાશે.આ ચર્ચા પૂરી થયાં પછી ચાર દિવસ સુધી બજેટ પરની સામાન્ય ચર્ચા યોજાશે.આ ચર્ચા દરમ્યાન વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા સરકારની ટીકા કરવાના મુદ્દા ભેગી કરી રહી છે.ત્યારબાદના 12 દિવસ સુધી એક દિવસમાં સરકારના બે વિભાગોના બજેટ રજૂ કરીને તેના ઉપર ચર્ચા કરાશે.જે 12 દિવસો દરમ્યાન સરકારના દરેક વિભાગવાર બજેટ રજૂ કરીને પસાર કરાવી લેવાશે.જેમાં જેતે વિભાગ પરની ચર્ચા કરાશે.આ દિવસોમા સરકાર દ્વાર લગભગ 5 થી 8 બેઠકો સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી વિધાનસભાની બેઠક યોજાશે.આમ સત્રના અંતિમ દિવસો દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા તેના બજેટ મુજબના નાણા ખર્ચવા માટેનો અધિકાર મેળવતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરાવાશે. આ દિવસો દરમ્યાન સરકાર દ્વારા વિવિધ કાયદાઓમાં જરૂરિયાત મુજબના સુધારા વિધેયકો પસાર કરાવાશે.31મી માર્ચે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને સત્રનું સમાપન કરાશે.