કોરોના વાઈરસની બીજી લહેરે રાજ્યમાં તબાહી મચાવી હતી.ત્યારે ત્રીજી લહેરણે લઇને રૂપાણી સરકારે એક્શન પ્લાન ઘડ્યો છે.જેમાં ઓક્સીજન,વેન્ટિલેટર,બેડની સહિતની સુવિધાઓની જાહેરાત કરી છે.જેમા લોકોને ત્રીજી લહેરમાં તકલીફ ન પડે તે માટે સરકાર કટીબદ્ધ છે.ત્યારે હોસ્પિટલમાં જરૂરી દવાઓ અને ઓક્સિજન પર ધ્યાન આપવામાં આવશે.આમ આ સિવાય બેડની સંખ્યા પણ 1 લાખથી વધુ કરવામાં આવી છે.આ સિવાય પેન્ડેમિક ઈન્ટેલિજન્ટ યુનિટની રચના થશે,નર્સિંગ અને ડોક્ટરનો સ્ટાફ પૂરતા પ્રમાણમાં રખાશે,વધુ રસીકરણ થાય તેની પર ભાર મુકાશે,નાના ગામડાઓમાં પણ ધ્યાન આપવામાં આવશે,વેન્ટિલેટર,ડોકટર,નર્સ સહિતના સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રાખવામાં આવશે,ટેલી મેડિશન માટે વ્યવસ્થા કરવી,હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવી,પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યા વધારવી,આઈ.સી.યુના 15,000 બેડમાં વધારો કરવો,રાજ્યકક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે,દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે,બી.જે મેડિકલ કોલેજમાં લેબ ઉભી કરવામાં આવી છે,દરેક જિલ્લામાં નાના સેન્ટરમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે,દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે,ધન્વંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved