ગુજરાતમાં ખરીફ પાક તુવેર અને શિયાળુ પાક ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચણા અને રાયડાની ખરીદી માર્ચ મહિનાથી શરૂ કરવામાં આવશે,જયારે તુવેરની ખરીદી આગામી 15મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ચણા સહિતના રવિ સિઝનના પાકોનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને પગલે કેન્દ્રિય કૃષિમંત્રીને ચણાનો વધુ જથ્થો ખરીદવા વિનંતી કરવામાં આવી હતી. આ સિવાય મંત્રીએ ઉમેયુ હતું કે ખેડૂતોને તેઓના પાકના પોષકક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે વર્ષ 2021-22માં તુવેર માટે રૂ.।260,ચણા માટે રૂ.।050 અને રાયડા માટે રૂ.।010 પ્રતિ મણના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.આમ લઘુતમ ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડોનું વેચાણ ઓનલાઈન વિના મુલ્યે નોંધણી સમગ્ર રાજયમાં સ્થાતિકા ગ્રામ્ય કક્ષાએ વીસીઈ દ્વારા તા.1 થી 28 ફેબ્રુઆરી દરમ્યાન કરવાની રહેશે.જે મુજબ તમામ ખેડુતોએ નોંધણી કરાવવી જરૂરી છે.જે નોંધણીનો તમામ ખર્ચ,રાજય સરકાર દ્વારા કરવામાં આવતો હોય ખેડૂતોએ નોધણી માટે વીસીઈને કોઈપણ પ્રકારની રકમ ચુકવવાની રહેતી નથી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved