સૌરાષ્ટ્રની સરકારી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ નાની-મોટી સારવાર માટે આવતા હોય છે.ત્યારે આ દર્દીઓને એમઆરઆઈ કરાવવાની જરૂર પડે ત્યારે ત્રણથી ચાર હજાર રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો હતો.ત્યારે સરકાર દ્વારા હોસ્પિટલમાં કરાર આધારિત એમઆરઆઈ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું જ્યાં અત્યારસુધી એમઆરઆઈ સહિતના રિપોર્ટ કાઢી આપવામાં આવતા હતા.પરંતુ વર્તમાનમાં સિવિલના પીએમએસએસવાયમાં અંદાજે રૂ.1 કરોડના ખર્ચે નવુ એમઆરઆઈ મશીન ઈન્સ્ટોલ કરી દેવામાં આવતાં દર્દીઓ હવે રૂ.2000માં એમઆરઆઈ રિપોર્ટ કઢાવી શકશે.ત્યારે આ મશીનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આમ આ મશીનનો લાભ સિવિલમાં દાખલ થનારા દર્દીઓ જ મેળવી શકશે,બહારની વ્યક્તિને એમઆરઆઈ કાઢી આપવામાં આવશે નહીં.આ સેન્ટર ઓપીડી સમય સોમ થી શુક્ર સવારે 9 થી 6 જ્યારે શનિવારે 9 થી 1 વાગ્યા સુધી ચાલું રહેશે.જ્યારે રવિવારે રજા રહેશે.આ સિવાય જાહેર રજાના દિવસે પણ સેન્ટર બંધ રહેશે.પરંતુ જો કોઈ ઈમરજન્સી કેસ હશે તો એમઆરઆઈ કાઢી આપવામાં આવશે.આમ એમઆરઆઈ મશીનના ઉદ્ઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા,સાંસદ મોહનભાઈ કુંડારિયા,ધારાસભ્યો,મેયર પ્રદીપભાઈ ડવ,ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ,પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ,જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી,પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ,જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,મ્યુનિસિપલ કમિશનર આનંદકુમાર પટેલ,ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ,અધિક નિવાસી કલેક્ટર એસ.જે.ખાચર,મહાપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved