લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત શિક્ષણ બોર્ડે રાજ્યમાં નવી માધ્યમિક સ્કૂલોને મંજૂરી આપી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યમાં નવી ખાનગી માધ્યમિક શાળાઓ બનાવવાની 68 જેટલી અરજીઓને મંજૂરી આપી છે.જેમાં બોર્ડે નવા શૈક્ષણિક વર્ષ માટે નવી શાળાઓ બનાવવા માટે અરજીઓ આમંત્રિત કરી હતી.જેમા બોર્ડને 234 અરજીઓ મળી હતી.રાજ્યમાં નવી ખાનગી માધ્યમિક શાળાઓની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.જેમાં શિક્ષણ બોર્ડ પાસે 2023-24 શૈક્ષણિક વર્ષ માટે આવેલી 234 અરજીમાંથી 68 અરજીઓને માન્ય રાખવામાં આવી છે.જ્યારે 166 અરજીઓને નામંજૂર કરવામાં આવી છે.આમ આગામી દિવસોમાં બોર્ડ બંને માધ્યમો માટે નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મંજૂર કરાયેલ અરજીઓની જાહેરાત કરશે.