લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત સ્થાપના દિવસથી કોંગ્રેસ તાલુકે-તાલુકે જનમંચ કાર્યક્રમ યોજશે

ગુજરાત કોંગ્રેસ ગુજરાતના સ્થાપના દિન આગામી 1લી મેથી સમગ્ર રાજયમાં તાલુકે-તાલુકે જનમંચ કાર્યક્રમની શરૂઆત કરશે.જેમાં ગુજરાતના યુવાનો,મહિલાઓ, વેપારીઓ,ખેડૂતો,પીડિતો,વંચિતો,શોષિતોને પોતાની વાત,સમસ્યા અને પ્રશ્નો સહિત કોઈપણ ફરિયાદના અવાજને બુલંદ કરવા મંચ આપવાનું જનમંચ પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.જેમા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જનમંચ કાર્યક્રમ દ્વારા આવેલી સમસ્યાઓનું સમાધાન કરવા માટે જનસભાથી વિધાનસભા સુધીની લડાઈ લડવાની કટિબધ્ધતા વ્યકત કરી છે.