લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત સ્થાપના દિનની ઉજવણી જામનગર ખાતે કરાશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે હાથ ધરાયેલી ચર્ચાની વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે આગામી 1લી મે 63માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવનાર છે.ત્યારે આ ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,રાજય મંત્રીમંડળના વિવિધ મંત્રીઓ,પદાધિકારીઓ,અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિકાસ કાર્યોનું લોકાર્પણ,ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કરવામાં આવશે.જેમાં મુખ્યમંત્રીના હસ્તે રૂ.303.49 કરોડની રકમના 551 જેટલા વિકાસકામોનું ઈ-લોકાર્પણ,ઈ- ખાતમુહુર્ત,ઈ-ભૂમિપુજન કરવામાં આવશે.ત્યારે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે તા.29મી એપ્રિલથી સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું નિદર્શન જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે.આ ઉજવણીમાં મુખ્યમંત્રીના હસ્તે મહારાણા પ્રતાપની 12 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાંનું પણ અનાવરણ કરવામાં આવશે.આ સિવાય પોલીસ પરેડ કાર્યક્રમમાં પોલીસ જવાનોની 21 જેટલી પ્લાટુનો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવશે.ત્યારે આ કાર્યક્રમમાં અશ્વ શો,મોટર સાયકલ સ્ટંટ શો જેવા અનેક અવનવા શોનું આયોજન કરાયું છે.