રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂના સમયને લઈને જાહેરાત કરી છે.ત્યારે રાજ્યની જનતાને થોડી રાહત મળી છે.આમ હવે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે 9 વાગ્યાથી શરૂ થશે જે સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે.આમ રાજ્યમાં લાગુ કરવામાં આવેલા રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આમ ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.આમ રાજ્યમાં તૌકતે વાવાઝોડાના કારણે મોટાપાયે નુકસાન થયુ હોવાથી સરકાર 900 કરોડથી વધુનું સહાય પેકેજ જાહેર કરી શકે છે. આ સિવાય વાવાઝોડામાં થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે.જેમાં સરકાર બાગાયતી ખેતીમાં હેકટર દીઠ 70 થી 80 હજાર ચુકવી શકે છે.આમ વાવાઝોડના કારણે નવસારી,વલસાડ,ડાંગ,જૂનાગઢ,પોરબંદર,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર અને નર્મદા જિલ્લામાં વ્યાપક નુકસાન થયુ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved