ભારતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોચા વાવાઝોડાનુ સંકટ સક્રિય થતુ જોવા મળે છે.ત્યારે આજે આ વાવાઝોડું તોફાનની સ્થિતિમાં ફેરવાઈ શકે છે. જેના પરિણામે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે.ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણમાં મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યુ હતું.ત્યારે આગામી 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા જોવા મળી શકે છે.આ સિવાય ઓડિશા,પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓમા વાવાઝોડાની અસર જોવા મળશે અને ત્યાં ભારે પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે.આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved