તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અંતિમ તબક્કામાં જાહેર થવાની અને ધો.10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.આમ રાજ્યમાં ગાય 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.આ સિવાય ધો.10ની પરીક્ષા ગત 28મી માર્ચ સુધી યોજાઈ હતી,જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ગત 29 માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ગત 25 માર્ચ સુધી યોજાઈ હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved