લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સમગ્ર રાજ્યમાં જૂનના અંતિમ તેમજ જુલાઇના પ્રથમ સપ્તાહથી 18 થી 45 વર્ષના લોકોને રસી અપાશે

ગુજરાત સરકારે મંગાવેલા રસીના ડોઝ જૂન મહિનાના પ્રથમ પખવાડિયા બાદ નિયમિત રીતે મોટાપ્રમાણમાં મળવાની શરૂઆત થઇ શકે છે.જેથી રાજ્યમાં 18 થી 45 વર્ષના વયજૂથના લોકોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ કે જુલાઇના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે. આમ વર્તમાન સમયમાં રાજ્યમાં 10 શહેરો અને જિલ્લાઓમાં 18 થી 45 વર્ષના લોકો માટે રસીકરણ ચાલી રહ્યું છે.આમ જૂનના બીજા સપ્તાહ બાદ ગુજરાતને નિયમિત રસીનો જથ્થો વધુ પ્રમાણમાં મળતો થશે તે પછી રસીની ખેંચ ઓછી થશે.આમ ગુજરાતમાં કોવેક્સિન અને કોવિશીલ્ડ ઉપરાંત બીજી રસીઓ મળવાની શરૂઆત આ દરમિયાન થઇ શકે છે,જેથી રસીકરણ વધુ તેજ બનાવી શકાશે.ગુજરાત સરકાર દૈનિક 1 લાખ લોકોને રસી આપવાના ટાર્ગેટ સાથે ચાલી રહી છે અને જો વધુ ડ઼ોઝ મળતા થાય તો તે સરેરાશ 3 થી 4 લાખ સુધી લઇ જઇ શકાય તેમ છે.

આમ જુલાઇ મહિનાથી રાજ્યના તમામ વિસ્તારોમાં 18 થી 45 વર્ષના લોકો માટે રસીકરણ શરૂ થાય તો આગામી ત્રણ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર માસ સુધીમાં 50 ટકા લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક છે.આમ ત્રીજી લહેર પણ આગામી ઓક્ટોબર મહિના દરમિયાન આવી શકે છે તેવી ચેતવણીને જોતાં સપ્ટેમ્બર માસ સુધીમાં રસીકરણ થઇ જાય તો એની વિપરીત અસરો ઓછી પડી શકે તેમ છે.