લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત રાજ્યમાં ઓકસીજનના નવા 500 પ્લાન્ટ સ્થપાશે

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને રાજયોને સાવધ રહેવાની સુચના આપી છે. જેના આધારે ગુજરાત સરકારે શ્રેણીબદ્ધ આગોતરા પગલા લીધા છે. બીજી લહેર વખતે ઓકસીજનની અછતનું પુનરાવર્તન ન થાય તે માટે ઉત્પાદન ક્ષમતાં વધારવા 500 ઓકસીજન પ્લાંટ ઉભા થનાર છે. રાજયમાં ઓકસીજન પ્લાન્ટની સ્થપાય જશે. રાજય સરકારે અગાઉ 350 ઓકસીજન પ્લાંટ ઉભા કરવાનું નકકી કર્યું હતું તે વધારીને 500 કરવામાં આવ્યા છે. આ સાથે રાજયમાં ઉત્પાદન ક્ષમતા 1800 મેટ્રીક ટન થઈ જશે. સામાન્ય દિવસોમાં ઓકસીજનની માત્રા 50 મેટ્રીક ટન રહેતી હોય છે બીજી વેવ વખતે તે 1173 મેટ્રીક ટન પર પહોંચી હતી.