લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / જાણીતા ભજનિક હેમંત ચૌહાણને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો

સૌરાષ્ટ્રની લોકકલા સંસ્કૃતિ તેમજ ભજન સહિતના ક્ષેત્રે અત્યંત જાણીતા હેમંતકુમાર ચૌહાણને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું હતું.આ ક્ષેત્રે પદ્મ સન્માન મેળવનાર તેઓ રાજકોટના પ્રથમ કલાકાર બન્યા છે અને તેઓએ આ સન્માન તેમનું નહી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તથા લોકસાહિત્ય અને ભજનની સુરાવલીનું હોવાનું જણાવીને રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો.