રાજય સરકારની જાહેરાત : ગુજરાતમાં ધો.12 બોર્ડની પરીક્ષા નહી લેવાય તેવી રાજય સરકાર દ્વારા જાહેરાત કરાઇ
રાષ્ટ્રીય સ્તરે સી.બી.એસ.ઇ સહિતના બોર્ડની ધો.12ની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત સરકારે પણ રાજય બોર્ડની ધો.12ની પરીક્ષા રદ કરી છે.આમ બે દિવસ પહેલા રાજય સરકાર દ્વારા પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું હતું અને રાજયભરમાં ધો.12ના વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાના લાખો વિદ્યાર્થીઓને તૈયારી કરી લેવા જણાવ્યું હતું.પરંતુ કેન્દ્રીય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તાકીદની બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ જોતાં સી.બી.એસ.ઇ ધો.12ની પરીક્ષા નહી લેવા નિર્ણય લીધો હતો તે બાદ અન્ય બે કેન્દ્રીય બોર્ડ આઇ.એસ.સી તથા સી.આઇ.એસ.સી.ઇ દ્વારા ધો.12ની પરીક્ષા રદ કરાતા ગુજરાત કેબીનેટની બેઠક મળી હતી અને તેમાં ધો.12ની બોર્ડની પરીક્ષા રદ કરવા નિર્ણય લીધો છે.ત્યારે હવે વિદ્યાર્થીઓને આંતરીક પરીક્ષાઓના આધારે ગુણ ફાળવીને મેરીટ નક્કી કરાશે.
આમ રાજયમાં તા.1 જુલાઇથી યોજાનારી પરીક્ષા લેવાશે નહી.રાજયના વાલીમંડળે કોરોનાની સ્થિતિ હજુ અનિશ્ર્ચિત હોવાથી રાજય સરકારને કોઇ જોખમ ન લેવા અને વિદ્યાર્થીઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરવા અપીલ કરી હતી ત્યારે માનવામાં આવે છે કે રાજય સરકાર આ અંગે ગમે તે ઘડીએ સત્તાવાર જાહેરાત કરશે.બીજીતરફ ધો.10ના રીપીટર માટે પરીક્ષાનો નિર્ણય લેવાશે.જોકે ગુજરાત સરકાર પણ કેન્દ્રની જેમ જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી હોય તેના માટે અલગથી વ્યવસ્થા કરી શકે છે.જેમાં ખાસ કરીને ધો.12 પછી દેશમાં કે વિદેશમાં અભ્યાસ માટે જનાર વિદ્યાર્થીને માસ પ્રમોશન જેવી સ્થિતિ કેટલી નડી શકે છે તેના પર સરકાર ચિંતા કરશે અને સી.બી.એસ.ઇ માફક વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરે તેવી શકયતા નકારાતી નથી.આ સિવાય હરિયાણા સરકારે પણ ધો.12ની પરીક્ષા રદ કરી છે.ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સરકાર પણ ગમે તે ઘડીએ નિર્ણય જાહેર કરી શકે છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved