લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ડિનની આઇ.સી.એસ.આઇમાં મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે નિમણૂંક કરાઇ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ડીન અને પ્રિ.એમ.સી.શાહ કોમર્સ કોલેજના આંકડાશાસ્ત્ર વિષયના અધ્યક્ષ ડો.નિતીનકુમાર શાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરિઝ ઓફ ઇન્ડિયાના અમદાવાદ ચેપ્ટરમાં મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે વર્ષ 2022-23 માટે નિમણૂંક કરવામાં આવી છે.આમ 26 જાન્યુઆરી 2022ના રોજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરિઝ ઓફ ઇન્ડિયાના અમદાવાદ ચેપ્ટરની મિટિંગ યોજાઈ હતી.જેમા અમદાવાદ ચેપ્ટરના સભ્ય તરીકે નીતિન શાહની પસંદગી કરવામાં આવી હતી.નીતિન શાહના રેકોર્ડના આધારે તેમની પસંદગી કરવામાં આવી હતી.જેની તેમને 2 ફેબ્રુઆરીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરિઝ ઓફ ઇન્ડિયા દ્વારા જાણ કરવામાં આવી હતી જેની તેમણે સંમતિ આપતા અંતે તેમની વરણી કરવામાં આવી હતી.