ગુજરાત યુનિવર્સિટીમાં આજથી એલ.એલ.એમ સેમેસ્ટર-3ની પરીક્ષા શરૂ થઈ રહી છે.કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થઈ હતી.જેથી પરીક્ષા પણ એક મહિના કરતા વધુ સમય મોડી યોજાઈ રહી છે.જેમાં અલગ-અલગ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ એલ.એલ.એમ બાદ અલગ અલગ સ્ટ્રીમમાં સેમેસ્ટર -1 ની પરીક્ષા પણ ઓનલાઇન તેમજ ઓફલાઇન વિકલ્પ સાથે શરૂ થશે.જે આગામી 7 ફેબ્રુઆરી સુધી ચાલશે.દર વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં ડિસેમ્બર મહિનામાં સેમેસ્ટર-1ની પરીક્ષા પૂર્ણ થઈ જાય છે.પરંતુ આ વર્ષે કોરોનાને કારણે એડમિશન મોડા શરૂ થયા હતા,જેના કારણે જાન્યુઆરી મહિનો પસાર થયો હોવાછતાં પરીક્ષાની કોઈ જાહેરાત થઈ નથી.જેમાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પણ બાકી છે,જેના કારણે પરીક્ષાનો અભ્યાસક્રમ પણ ઘટાડી લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.આમ ચાલુ વર્ષે એઆઇસીટીઇના નવા નિયમો મુજબ ગ્રૂપ બીના વિદ્યાર્થીઓને ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.જેમાં મુખ્ય બ્રાન્ચ સિવાયની અન્ય 15 બ્રાન્ચમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.પરંતુ આગામી શૈક્ષણિક વર્ષથી તમામ બ્રાન્ચમાં પ્રવેશ આપવામાં આવશે.ડિગ્રી એન્જિનિયરિંગમાં વર્ષ 2022-23થી તમામ બ્રાન્ચમાં એઆઇસીટીઇ દ્વારા સૂચવેલ વિષયો પૈકી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે ગણિતશાસ્ત્ર,જીવવિજ્ઞાન કે બાયોટેક્નોલોજી વિષયની થિયરી ગુણ આધારિત મેરિટ બનાવી પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved