ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 6 જુલાઇથી લોમાં દરેક સેમેસ્ટરમાં ઓનલાઇન પરીક્ષા લેવાનુ નક્કી કરાયુ છે.ત્યારે ઓનલાઇન પરીક્ષા આપવી કે ઓફલાઇન તે માટે વિદ્યાર્થીઓને આગામી 19મી જૂન સુધીમાં વિકલ્પ આપી દેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે ઓનલાઇન પરીક્ષાના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે.આ ઓનલાઇન પરીક્ષામાં 50 મિનિટમાં 50 એમસીક્યુ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.આમ યુનિવર્સિટી દ્વારા આગામી 17મીથી બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની છે.આમ ગુજરાત યુનિવર્સિટીએ લોફેકલ્ટીમાં સેમેસ્ટર 2,4 અને 6 ઉપરાંત ઇન્ટીગ્રેટેડ વિદ્યાર્થીઓને પણ ઓનલાઇન કે ઓફલાઇન પરીક્ષા આપવી છે તેનો વિકલ્પ આપવાનો નિર્ણય કરીને તે અંગેની જાહેરાત કરી દીધી છે.આ પરીક્ષાનો કાર્યક્રમ આગામી દિવસોમાં વેબસાઇટ પર જાહેર કરાશે.ઓનલાઇન પરીક્ષા પહેલા મોક ટેસ્ટ લેવામાં આવશે.જેમાં દરેક વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપવો ફરજિયાત છે.જેમાં મોક ટેસ્ટ ન આપનારા વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી શકશે નહી.મોક ટેસ્ટ ઉપરાંત અંતિમ પરીક્ષા પહેલા મહાવરા માટે સામાન્ય જ્ઞાનના 10 પ્રશ્નો ધરાવતી ટ્રાયલ ટેસ્ટ લેવામાં આવશે.આમ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ પહેલા વિદ્યાર્થીઓેએ લોગઇન થવાનુ રહેશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved