લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત યુનિવર્સિટીમા એન.એસ.યુ.આઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

ગુજરાત યુનિવર્સિટીમા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરી ખાનગી કંપનીને સોંપવામાં આવી હોવાથી તેમજ સિન્ડિકેટની ચૂંટણીને લઈને દેખાવો કરવામાં આવ્યાં હતાં.જેમાં એનએસયુઆઈના કાર્યકરોને ટાવરમાં પ્રવેશ નહીં આપવામાં આવતા જાળીઓ ખખડાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.ત્યારે ગુજરાત યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા આ અંગે આગામી દિવસમાં સરકાર સાથે બેઠક કરીને સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી કરવા માંગ કરવામાં આવશે.