લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત વિદ્યાપીઠ મંડળમા નવા ટ્રસ્ટીની સર્વાનુમતે વરણી કરવામાં આવી

રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કુલપતિના અધ્યક્ષપદે ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક યોજાઈ હતી.જેમાં કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતના પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ.આઈ.એમ કોલકત્તાના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ અને ગાંધીજીના પૌત્રી સુમિત્રાબેન કુલકર્ણીના પુત્ર ક્રિષ્ના કુલકર્ણીની ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ આચાર્ય દેવવ્રતજી,પદ્મભૂષણ રાજશ્રી બિરલાજી,દિલીપભાઈ ઠાકર, ડૉ.હર્ષદભાઈ પટેલ અને કાર્યકારી કુલનાયક ડૉ.ભરતભાઈ જોશીનું ચરખાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ બેઠક દરમિયાન કાર્યકારી કુલનાયક ડો.ભરતભાઈ જોશીએ ગત ત્રણ મહિના દરમિયાન થયેલી કામગીરી તેમજ પ્રગતિનો અહેવાલ આપ્યો હતો.