લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરે અંબાજી મંદિરમા પૂજા અર્ચના કરી

અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન મા જગતજનની અંબાનું શક્તિપીઠ આવેલું છે.જે દેશ વિદેશમાં રહેતા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દેશભરના માઇભક્તો મા અંબાના ચરણોમાં આવી શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે.ત્યારે વર્તમાનમા ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર અંબાજી ખાતે પહોંચ્યા હતા.મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.ત્યારબાદ ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરે મંદિરની ગાદી પર જઈ ભટજી મહારાજ જોડે રક્ષાકવચ બંધાવી મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજ જોડે આશીર્વાદ લીધા હતા.