‘કાળજા કેરો કટકો’ અને ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ જેવી અનેક અમર રચનાઓના સર્જક ચારણ સાહિત્યના કવિ દાદનું 82 વર્ષની વયે નિધન થયું હતું.આમ વેરાવળ નજીક આવેલા ઇશ્વરીયા ગામમાં જન્મેલા દાદુદાન પ્રતાપદાન ગઢવીને આ વર્ષે ભારત સરકારે પદ્મશ્રી સન્માન જાહેર કર્યું હતું.આમ કવિ દાદના નિધનથી કલાકારો,કસબીઓ અને તેમના ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.આ અગાઉ તેમને ગુજરાત ગૌરવ તથા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આ સિવાય કવિ દાદે 15થી વધુ ગુજરાતી ફિલ્મો માટે ચિરસ્મરણીય ગીતો લખ્યા હતા.આમ 26મી જાન્યુઆરી 2021ના રોજ તેમની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઇ હતી.તે દરમિયાન 10 થી 12 દિવસ પહેલા જ તેમના મોટા દીકરા મહેશદાન ગઢવીનું કોરોનાથી મોત થયું હતું.આમ પુત્ર બાદ પિતાએ વિદાય લેતા ગઢવી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.આમ 27 એપ્રિલના રોજ સવારના 8 વાગ્યે ધુનાના ગામે કવિ દાદના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved