લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હરિયાણામાં ચોખાની ત્રણ માળની મિલ ધરાશાયી થઈ

હરિયાણામા વર્તમાનમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.જેમા કરનાલમા ચોખાની મિલની ઈમારત ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી.જેમા 4 મજૂરોના મોત થયા છે,જ્યારે 20થી વધુ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.ત્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યારે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.આ ચોખાની મિલની ત્રણ માળની ઇમારતમાં 200 જેટલા મજૂરો રહેતા હતા.ત્યારે બિલ્ડિંગ ધરાશાયી થયાની જાણ થતાં ફાયર બ્રિગેડ,પોલીસ,એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી કાટમાળમાંથી મજૂરોને બહાર કાઢ્યા હતા.