લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / હાટકેશ્વર બ્રિજની તપાસ માટે એમ.થેંન્નારેસને ત્રણ સભ્યોની કમિટી રચી

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બાબતે મ્યુનિસિપલ કમિશનર એમ.થેંન્નારેસન દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે.જેમાં બ્રિજ એક્સપર્ટ,સ્ટ્રેનધન એક્સપર્ટ અને એક રૂડકીના અધિકારી એમ ત્રણ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.જે અધિકારીઓ દ્વારા સમગ્ર બ્રિજ મામલે તપાસ કરી આગામી 15 એપ્રિલ સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે.જેમા બ્રિજના તમામ પ્રકારના ટેસ્ટ અને રિપોર્ટોના આધારે કોન્ટ્રાક્ટર કંપની પ્રોજેક્ટ મેનેજમેન્ટ તેમજ કોર્પોરેશનના જે પણ જવાબદાર અધિકારી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.