લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હેમા માલિનીએ કોરોનાગ્રસ્તો માટે હોસ્પિટલમાં પથારીની વ્યવસ્થા કરી

કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી ગઇ છે.ત્યારે દેશમાં ઓક્સિજન તેમજ હોસ્પિટલમાં પથારીની અછત થઇ છે.જેથી સેલિબ્રિટિઓ તેમજ ઉદ્યોગપતિઓ પોતપોતાની રીતે સહાય કરી રહ્યા છે.ત્યારે આ યાદીમાં હેમા માલિનીનું નામ ઉમેરાયુ છે.આમ હેમા માલિની મથુરા સીટથી ભાજપની સાંસદ છે.ત્યારે તેમણે પોતાના ક્ષેત્રમાં ઓક્સિજન વધારવા સાત મશીનો સ્થાપિત કરી છે.આ સિવાય મથુરામાં લગભગ 60 ઓક્સિજન પથારીઓ ઉપલબ્ધ થશે.આ સિવાય તેમણે કહ્યું હતું કે વિદેશથી ડોકટરની ડીગ્રી લઇને આવેલા તબીબોને વર્તમાન સમયમાં કોવિડ-19ની સારવારની જવાબદારી આપવી જોઇએ.