લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષામાં 60 થી 62 ટકા સામે ઓનલાઈન પરીક્ષાનું પરિણામ 72 ટકા આવ્યું

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પ્રથમવાર ઓનલાઇન પરીક્ષાઓ લેવામાં આવી હતી.જેમાં 1.11 લાખથી વધુ છાત્રોની પરીક્ષાઓ યોજાતાં 72 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે 28 ટકા છાત્રો નાપાસ થયા હતા.જેમાં સૌથી ખરાબ પરિણામ બી.એ સેમ 3નું આવ્યું હતું.જેમાં 48 ટકા નાપાસ થયા હતા.આમ સ્નાતક અને અનુસ્નાતક બન્ને પરીક્ષાઓમાં ઓફલાઈન પરીક્ષાનું 60 થી 62 ટકા પરિણામ આવે છે.પરંતુ ઓનલાઇન પરીક્ષામાં ઓછી મહેનતે અને એમસીક્યું પદ્ધતિથી પરીક્ષા યોજાતા આ વર્ષે 10 ટકા પરિણામ ઊંચું આવ્યું છે.