લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હેમકુંડ સાહિબમાં સેનાએ બરફ કાપીને રસ્તો ખોલ્યો

શીખોના તીર્થસ્થળ હેમકુંડ સાહેબની યાત્રા આગામી 20 મેથી શરૂ થવા જઈ રહી છે.ત્યારે સેનાએ બરફ હટાવીને હેમકુંડ સુધીનો રસ્તો બનાવી દીધો છે.જેમાં 418 એન્જિનિયરિંગ આર્મીના 35 જવાન યાત્રાના માર્ગ પરથી બરફ સાફ કરવામાં રોકાયેલા છે.જેનું નેતૃત્વ હવાલદાર મલકિત સિંહ અને હરસેવક સિંહ કરી રહ્યા છે.જેમાં સેનાની ટીમે 20 એપ્રિલના રોજ ગોવિંદઘાટથી ઘાંઘરિયા પહોંચી ગઈ હતી.ત્યારે 8 દિવસમાં આ ટીમે 5 કિમી ચાલીને ઘાંઘરિયા થી હેમકુંડ સુધી બરફને હળવો સાફ કરી દીધો છે.ત્યારે એટલાકોટીમાં ફેલાયેલા 15 ફૂટથી વધુ ઉંચા આઈસબર્ગની વચ્ચે 4 ફૂટ પહોળો પગપાળા માર્ગ બનાવવામાં આવ્યો છે સેનાની આ ટીમની સાથે સરદાર ગુરુનામ સિંહના નેતૃત્વમાં 11 સૈનિકોની ટીમ હેમકુંડ પહોંચી છે.જે ટીમ હેમકુંડથી નીચે ઉતરશે અને પગપાળા માર્ગ પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ કરશે.ગોવિંદઘાટ ગુરુદ્વારાના મેનેજર સેવાસિંહે આ અંગે જણાવ્યું હતું કે ચાલવાના માર્ગ પર હજુ મોટા પ્રમાણમાં બરફ છે.આર્મીના જવાનો અને સેનાના જવાનોએ બરફ કાપીને પગપાળાનો હળવો રસ્તો તૈયાર કરી દીધો છે.ત્યારે આ માર્ગમાંથી બરફ અને ગ્લેશિયર કાપીને રસ્તો વધુ પહોળો કરવામાં આવશે.હવામાનના કારણે રસ્તા પરથી બરફ હટાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.જેમાં ઘાંઘરિયા ગુરુદ્વારાને રંગવાનું કામ પણ શરૂ થઈ ગયું છે તેમજ ઘોડા અને ખચ્ચરોની મદદથી ટ્રસ્ટે રાશન પહોંચાડવાનું શરૂ કરી દીધું છે.ટ્રસ્ટે ગુરુદ્વારામાં પાણીની વ્યવસ્થા પણ સુગમ બનાવી દીધી છે.